અમાસ
અમાસ

1 min

416
આજની રાત કરી તારલિયાના નામે,
ચંદ્રમા ગયા લાગે છે મામાના ગામે,
ચંદ્ર ને સૂર્ય છે સમાન ગ્રહણ રેખાંશે,
છાયું તમસ આખો ચાંદ ઉજળો ખાશે,
કાલે બાલેન્દુ રૂપેરી કોરે ઉગશે ફરી,
કાંત પર આશ એટલી બચી છે જરી,
અમાંતા પરંપરા અંત્ય દિન માસનો,
પૂર્ણિમાંતામાં મધ્ય દિન અમાસનો,
નિશા અમાવસ્યા અંધારાની રાણી,
અજવાળું લઇ ગઈ દૂર સુદૂર તાણી,
આજની રાત કરી તારલિયાના નામે,
સમંદરમાં ભરતી ઓટનો ખેલ જામે.