Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

અલગ

અલગ

1 min
210


ઘેટાં જેવા ટોળાથી બિલકુલ જ અલગ જાત અમારી,

જમાનાની ભીડથી ખૂબ જ દૂર અલગ જાત અમારી !


ગમે ત્યાં ઝળહળી રહી સભાઓ જૂઠી શાનથી ઠેર ઠેર,

એકલતાની જમાત જેવી જંગલી અલગ જાત અમારી !


જોખમ વધ્યું છે ભીડમાં ભળીને જીવંત રહેવાનું હવે,

એકાંતમાં સાવ સલામત એવી અલગ જાત અમારી !


જાતિના જંગલમાં કોમવાદની આગની લપટો ભલે ઊઠે,

વગર અનામતના વૃક્ષ જેવી અલગ જાત છે અમારી !


જડો જકડાયેલી રાખી છે જમીનની અંદર ટકી રહેવા,

છે અલગ આભ ઓઢેલા ઝાડ જેવી અલગ જાત અમારી !


સૂકા ઘાસની ભીડમાંથી અલગ થવાયું છે મહા મુસીબતે,

હવાના હડસેલે વહેતા તૃણ જેવી અલગ જાત અમારી !


જ્યાં છું જેવો છું, 'પરમ' તારી તલાશ છે જીવને જન્મોની,

ભીડથી વિરક્ત એવી 'પાગલ' ને અલગ જાત અમારી !


Rate this content
Log in