Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Milind Tapodhan

Inspirational

3  

Dr.Milind Tapodhan

Inspirational

અકળ, મૌન અને શાંત સાગર

અકળ, મૌન અને શાંત સાગર

1 min
411


શાંત, ઘૂઘવતો અને

પોતાનામાં જ મસ્ત રહેતો,


પોતાનાં વિચારોને,

વિવિધ મોજાંઓની ભાષામાં કહેતો,


જાણે કેટલાં સત્ય, અસત્યને,

કર્યાં છે દફન પોતાનાં પેટાળમાં,


છે અત્યારે, ભવિષ્યમાં,

અને જાણે કેટલાં સમયથી ભૂતકાળમાં,


બધી જ નદીઓના

નીરને પ્રશ્ન વિના કરતો ગ્રહણ,


છે તેની દુનિયામાં

માત્ર શાંતિનું જ એકમાત્ર ચલણ,


સર્વ જ્ઞાતા હોવાં

છતાં રહેતો ચૂપચાપ આ સાગર,


છલકવા દેતો એ

લોકોની અર્ધ ભરેલી જ્ઞાનની ગાગર,


તેનાં મૌનનાં શબ્દોમાં

છૂપાયેલા છે રહસ્યો હજાર,


સાંભળવાથી મળી

જાય કદાચ મારાં, તમારાં જીવનનો સાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational