Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VARSHA PRAJAPATI

Inspirational

4.5  

VARSHA PRAJAPATI

Inspirational

અજવાળાં કરો

અજવાળાં કરો

1 min
199


હરવા તિમિર આ જગ તણું કરતાર અજવાળાં કરો,

દીવો ધરીને હાથમાં હે નાથ અજવાળાં કરો,


હું બાળ છું નાનો મને ડર લાગતો અંધકારથી,

રાખી તમારો હાથ માથે માત અજવાળાં કરો,


દેખાય છે સૌ લોક જોને આપણાં પણ સાવકાં,

સંબંધના આકાશમાં હે તાત અજવાળાં કરો,


વૃદ્ધાશ્રમો ઉભરાય છે ને ઘર અહીં ખાલી થતાં,

એ મા વિહોણા ઘર મહીં ભગવાન અજવાળાં કરો,


રાધા નથી, મીરા નથી ને હું નથી ગોપી છતાં,

બંસી બજાવી પ્રેમથી ઘનશ્યામ અજવાળાં કરો,


શ્રદ્ધા તણો દીવો અને આંજણ એમાં વિશ્વાસનું,

ભીતર અમારા મન મહીં ભરથાર અજવાળાં કરો,


આતમ કહે 'હેલી' તણો છું તવ ચરણની ધૂળ હું,

રાખો શરણમાં આપની હે રામ અજવાળાં કરો,


Rate this content
Log in