Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

અધુરાશની મધુરાશ

અધુરાશની મધુરાશ

1 min
401


અપૂર્ણતાને જિંદગીમાં સ્વીકારો, અપૂર્ણતાનો જિંદગીમાં સ્થાન છે,

સંપુર્ણ થવાની દોડમાં, માનવ જિંદગીભર રહે પરેશાન છે.

 

સમગ્ર સૃષ્ટિમાં નથી હોતુ, કોઈ પણ સંપુર્ણ, એ છે હકીકત,

સામે વારાની અપૂર્ણતાને સ્વીકારો સહજતાથી, એ વિદ્વતાનું નિશાન છે.

 

સંપૂર્ણ થવાની ઘેલછા, જિંદગીમાં હોય છે એક નશા સમાન,

જે પોતાની સાથે, સામે વાળાને પણ કરે નુકશાન છે.

 

સંપૂર્ણ થવાની ચાહ કરતા, પકડી રાખો મધ્યમમાર્ગની રાહ,

જિંદગીનું હોય કોઈ પણ ક્ષેત્ર, પ્રમાણ ભાનમાં શાન છે.

 

પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું, છે ખૂબ ઈચ્છનીય,

પણ શેર ઉપર હોય છે સવાશેર, સ્વીકારવાનું એ સમાધાન છે.

 

અધુરાશની મધુરાશ પણ હોય છે જિંદગીમાં મસ્તીભરી,

પૂનમના ચાંદની જેમ, ચૌદહવી કા ચાંદ પણ જાજરમાન છે.

 

દરેક કામ ને કરીએ પુર્ણતા સાથે સમર્પણ ભાવથી,

સંપૂર્ણ થવાનો પ્રયત્ન કરવા કરતા, પૂર્ણતા સાથે આગળ વધવામાં ઉત્થાન છે.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational