Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajeshri Patel

Inspirational

3  

Rajeshri Patel

Inspirational

અડસઠ તીરથ

અડસઠ તીરથ

1 min
161


પ્રેમની મીઠાશથી રંગીએ માઁ - બાપને,

અડસઠ તીરથ એને જ કે'વાય,

જીવતા રડાવીએ ને દાન કરી પુણ્યતિથિમાં,

એને તો ઢોંગી જ કહેવાય,


માનથી બોલાવીએ ઘરમાં માઁ - બાપને,

અડસઠ તીરથ એને જ કહેવાય,

જીવતા અપમાન કરી ફાળા આપી મંદિરોમાં,

એને તો ઢોંગી જ કહેવાય,


ખુશીથી રાખીએ ઘરમાં માઁ - બાપને,

અડસઠ તીરથ એને જ કહેવાય,

જીવતા પરાણે રાખી ને કરીએ શ્રાદ્ધ,

એને તો ઢોંગી જ કહેવાય,


સાજે માંદે રાખીએ ખ્યાલ માઁ - બાપનો,

અડસઠ તીરથ એને જ કહેવાય,

જીવતા દવા ન આપી ને બંધાવે હોસ્પિટલ,

એને તો ઢોંગી જ કહેવાય,


ભાવતા ભોજન જમાડીએ માઁ - બાપને,

અડસઠ તીરથ એને જ કહેવાય,

જીવતા ભૂખ્યા રાખી ને ખોલે અન્નક્ષેત્ર,

એને તો ઢોંગી જ કહેવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational