Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Patel

Others

2.0  

Chetan Patel

Others

આવશે મોસમ ફરી

આવશે મોસમ ફરી

1 min
13.8K


કૂપળોના ફૂટવાની આવશે મોસમ  ફરી.
ભ્રમરોના ગુંજવાની આવશે મોસમ ફરી.

રીત છે નીસર્ગની આ કંટકોની સાથમાં,
ફૂલની પણ ખીલવાની આવશે મોસમ ફરી.

પ્રેમમાં શીદ ને હવે મારે રહેવું અેકલા,
પ્રીતને ખુદ ખોળવાની આવશે મોસમ ફરી.

આપશો નફરત ઘણી તો પણ ચલાવી લઈશ હું,
આજ હૈયું ખોલવાની આવશે મોસમ ફરી. 

કેટલો નોખો પડ્યો છે આ "સાગર" ખારાશથી,
લાગણીઓ ઉછળવાની આવશે મોસમ ફરી.


Rate this content
Log in