Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Others

3.5  

Ramesh Patel (Aakashdeep)

Others

આવોને એકલતા ઘૂંટીએ

આવોને એકલતા ઘૂંટીએ

1 min
37


આવોને   એકલતા   ઘૂંટીએ…

 

ભૂલીને ભાંજગડ, ઓઢું હું ભોળપણ

વિસરી  જ કોલાહલ, ઝંખું હું પલપલ

ખૂલ્લા આકાશ નીચે ઝૂમીએ

આવોને   એકલતા   ઘૂંટીએ

 

ગગનનું છત અજબ, અડોઅડ ને દૂર

વગડાને   કંદરા ધરે કલરવના  નૂર

વરસતા આભલાને ઝીલીએ

આવોને   એકલતા   ઘૂંટીએ

 

મધુ વાસંતીના  વાયરા સજે ડાયરા

મનડાનાં ઓરતાં સંગ ઝરણાંના ઠૂમકા

કુદરતની  મસ્તીમાં  ડૂબીએ

આવોને   એકલતા   ઘૂંટીએ

 

નફરતને દઈ ઢોળી, હૈયાં હીંચોળી

ધરણ  ધરતું  રે  ઉમંગોની ઝોળી

વ્હાલનાં વધામણાં વલોવીએ

આવોને    એકલતા   ઘૂંટીએ

રમેશ પટેલ(આકાશદીપ)



Rate this content
Log in