Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

આવો તો ખરા

આવો તો ખરા

1 min
356


આપે આવકાર આંગણું, ઘરે આવો તો ખરા !

સર્વસ્વ તમને જ હું ગણું, ઘરે આવો તો ખરા !


છે અપેક્ષા નિરંતર હરિવર તવાગમનની હંમેશ,

મળી જાય મને બધુંઘણું, ઘરે આવો તો ખરા !


ચાતકવત્ કરી છે પ્રતીક્ષા અહોરાત પ્રભુજી,

જળસ્વાતિમાં 'હા' ભણું, ઘરે આવો તો ખરા !


નથી ચાહત મારી તુજવિણ કશુંયે પામવાની,

ના કરું દોષોનું હું ઢાંકણું, ઘરે આવો તો ખરા,


અહોભાગ્ય હશે કૃપાનિધિ જ્યાં પગલાં પાડે,

બુઝાય દિલદુગ્ધાનું તાપણું, ઘરે આવો તો ખરા !


Rate this content
Log in