Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Nayak

Romance

3  

Nisha Nayak

Romance

આવકાર

આવકાર

1 min
173


મારા મનડાના મોઘેરા વાલમ,

મારી આંખડીયો વાટ જોઈ થાકી,

હું તો ઘેલી ઘેલી રે થઈ જાતી, 

દઉ તને મીઠો 'આવકાર';

વાલમ વહેલો રે આવજે. 


તારા ચમકે ને ચઢે ચાંદ આભલે,

જોઈ હૈયામાં ચઢે હેત ને તું સાંભરે,

રડી રડી આંખ થતી રાતી,

હુંં તો ઘેલી ઘેલી રે થઈ જાતી,

વાલમ વહેલો રે આવજે. 


આવીશ ના તું જો અજવાળી રાતે, 

બોલીશ નહીં તુંજ સંગ કો વાતે,

તલસે તન ને મનડું જાય થાકી,

દઉ તને મીઠો 'આવકાર';

વાલમ વહેલો રે આવજે. 


કહું છું નહીં બોલુ છતાં,

રહીશ કેમ હું વાલમા,

તું જો મનાવે મીઠા માન દઈ મને,

જઈશ તુંં ને હુંં તો વારી વારી, 

હુંં તો ઘેલી ઘેલી રે થઈ જાતી, 

વાલમ વહેલો રે આવજે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance