Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4.0  

Manishaben Jadav

Inspirational

આવી રે ભાઈ આવી

આવી રે ભાઈ આવી

1 min
565


આવી રે ભાઈ આવી આજ રે હોળી

લાવી રે ભાઈ લાવી રંગોની ઉજાણી

ચાલો રે ભાઈ ચાલો રંગોની ભરીએ પિચકારી

ખુશીના રંગોની સૌ રમીએ આજે હોળી

આવી રે ભાઈ...


લઈ લો રે ભાઈ લઈ લો અબીલ ગુલાબ સંગ

કેસુડા કેરા રંગ બનાવીએ સૌ સંગ

હોળી કેરા પર્વની ઉજવણી કરીએ સંગ

નાનાં મોટાં સૌને રંગીએ આજે હોળીના રંગ

 આવી રે ભાઈ...


રંગબેરંગી રંગોના આજ થાળ ભરીને

કલરની પિચકારી નાની મોટી ભરીને

પરિવાર સંગ મસ્તીમાં આજે રે ઝૂમીને

ચાલોને ઉજવીએ હોળી સંગ મનભરીને

આવી રે ભાઈ...


હોળીના આ રંગ ભરે જીવનમાં નવા રંગ

મળે ખુશી હજારો, રહે સૌનો સંગ સંગ

આ તો છે રંગોથી ઉજવાતી આપણી હોળી

જીવનમાં ન આવે કોઈની ઉદાસીની હોળી

આવી રે ભાઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational