Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Thacker

Abstract

4.2  

Bharat Thacker

Abstract

આશીર્વાદ - નામકરણ નિમિત્તે

આશીર્વાદ - નામકરણ નિમિત્તે

1 min
661


આજ ચી. ડોલી અને કણ્વ કુમારની પુત્રીની જિંદગીમાં આવ્યું મસ્ત મુકામ છે,

આજે પ્યારી ઢીંગલીને મળશે એની ઓળખ, આજ પાડવાનું એનું નામ છે,


નામ આપવાનું પુનીત કામ તો સ્નેહથી કરશે એના ફઈબા સ્તુતિ બહેન,

પુત્રી કરશે કામ એવા સરસ મજાના કે દુનિયા એને કરવાની સલામ છે,


આવા પ્રતિભાશાળી મા-બાપ અને સરસ કુળમાં લીધો છે જેણે જન્મ,

પુત્રી આપણી પ્રારબ્ધ અને પુરુષાર્થના સંગમની થવાની પયગામ છે,


પુત્રીના લક્ષણ તો આપણને દેખાઈ આવ્યા છે પારણામાં જ

કુળનું નામ કરશે ઉજ્જવલ, કમાવવાની એ નામ અને દમામ છે,


દુનિયાને સુખી કરી ને પુત્રી પામશે જિંદગીનું સાચું સુખ

આપણા સહુના આશીર્વાદ થકી હૈયે એટલી હામ છે.


Rate this content
Log in