આનંદ ઉર્જા છાયો
આનંદ ઉર્જા છાયો
ચાતુર્માસ ભક્તિ કો અતિ પાવન પરબ જો આયો,
મહા પર્વ મહા ઉત્સવ અલૌકિક લળી સોં સજાયો.
ઉર આંગણ મનમયુરા અલબેલો તા થૈ જો નચાયો,
ગાવે મંગલ ગાન મધુરા સૃષ્ટિકે કણ કણ કંપિત પાયો.
પુષ્પ સ્વાંગ ધરે ગાંધર્વ સૃષ્ટિ પર સુગંધ સુર પ્રસરાયો,
કપુર, કેસર-ચંદન, અગર સુગંધે આનંદ પરિપૂર્ણ લાયો.
અંબર ઉતર્યો ખેલન કાજ અવનિ સંગ મિલન રચાયો,
તારલિયાને રાસ રચ્યો નાદબ્રહ્મ વિજય ઘોષ ગાજયો.
દેવ *દીપાવલી* મહા ઉત્સવ ચાતુર્માસ સાર્થક કરાયો,
ઉત્સવ ઉર્જા અનેરી સોં જીવ શિવ ઔર ગતિ બઢાયો.
