Vrajlal Sapovadia

Drama

3  

Vrajlal Sapovadia

Drama

આંખ

આંખ

1 min
362



નાનકડી નૈયા કરાવતી જીવન પાર બે આંખ

ક્ષિતિજને પાર ઉડી ઉંડાણ પામતી બિન પાંખ

પારખવા રંગ ને દેખવું એજ શું આંખના કામ?

કોઈને ડરાવતી તો કોઈને આંખ મારીને પામ,


હર્ષ ને વેદનાના આંસુ કઈ કૂવેથી વરસાવતી

વહાલાની વાટ માટે વળી કેવીક એ તરસાવતી

ડોળા ફાડી વળી આંખ કાઢી કોઈકને ડરાવવા

લાલ ચક્ષુથી ગુસ્સો બતાવી દુશ્મનને હરાવવા,


નેણ નીચે છુપાઈને લાલ આંખ કદીક આવતી

બંધ કરી લોચનિયાં બે મીઠી ઊંઘ ખેંચી લાવતી

માલિકના નસીબ માપવા આંખ સહેજ ફરકતી

હરખના હેલે ગાલ જરાક ફુલાવી આંખ મરકતી,


વિના હથિયાર પ્રિયતમને પામવાને આંખ મારતી,

મીંચાતી મોતના સથવારે એ જીવન જ્યારે હારતી,

આંખ આડા કાન કરી ભૂલ કરતા ભૂલકા છાવરતી,


આંખના ઈશારે યુવા લોચનિયાં પ્રેમના લડાવતી,

સ્વજન સંગ વગર સોયે આંખમાં આંખ પરોવતી,

આંખ ઉઘાડનારી વાતોથી દૂર રહેવાને ચેતવતી,

ક્યાંક નજર રાખતી તો ક્યાંક વળી નજર ચુકવતી,


આંખના પલકારે આભમાં ઝીણા મોતી પરોવતી,

ભાલ પર છત્ર કરી ઝીણી આંખે દુરસુદુર ઝાંખતી,

રુઆબ દેખાડવા શિવનું ત્રીજુ નેત્ર ખોલી નાખતી,

સંતતિને સમજાવવા માની તો બેઉ આંખ સરખી,


નાનકડી આંખને જાતજાતના કામ કરતી પરખી.


Rate this content
Log in