આજથી ચૈત્રી નવરાત્રી
આજથી ચૈત્રી નવરાત્રી
1 min
166
આવ્યો રૂડો ગુડી પડવાનો દિન રે,
ચૈત્રી નવરાત્રીનાં નોરતાં આવ્યાં રે,
આવ્યું આવ્યું પહેલું નોરતું રૂડું રે,
શક્તિ પ્રમાણે સૌ ભક્તિ કરે છે રે,
આજે ચેટી ચાંદ ને ગુડી પડવો રે,
આજથી લીમડાનો રસ પીવાય રે,
ચૈત્રી નવરાત્રીમાં અનુષ્ઠાન થાય રે,
ભાવના પોકારે દેવીઓ દર્શન દે રે,
નવદુર્ગા ને ચોસઠ જોગણી રમે રે,
નભમાં ગરબો ધૂમ મચાવે રૂડો રે,
પ્રથમ નોરતે હૈયાનાં હેતથી પ્રણામ રે,
અમી નજર સૌ પર રાખજો માવડી રે.