Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kuntal Shah

Drama

3  

Kuntal Shah

Drama

આહ જીંદગી - વાહ જીંદગી

આહ જીંદગી - વાહ જીંદગી

1 min
254


જો અને તો માં વસે આ જિંદગી,

એક શમણાં માં શ્વસે આ જિંદગી,


કોઈ આવી ને ગયું છે જ્યારથી

રોજ સાંજે સાંભરે આ જિંદગી,


જ્યાં થયું કે ફૂટશે તાજી કળી,

ત્યાંજ કૂંપળ ખેરવે આ જિંદગી,


એષણા સઘળી મરી પરવારે ને,

સાવ અણધારી ફળે આ જિંદગી,


ખોટુ જ્યાં ને ત્યાં સદા ભટક્યા કર્યું,

ભીતરે જો તું, જડે આ જિંદગી,


આશ-દીપક જલતો રાખ્યો છે સદા,

છો, પવન થઈ ઓલવે આ જિંદગી,


એક અટકળ સંગ ઉગતી રોજ, ને

એક સમજણમાં ઢળે આ જિંદગી,


થોડુ ગમતું-થોડુ અણગમતું મળે,

ચાહો એવી ના મળે આ જિંદગી !


Rate this content
Log in

Similar gujarati poem from Drama