Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Deepa rajpara

Inspirational Others

4  

Deepa rajpara

Inspirational Others

આઘાત ઘાતક

આઘાત ઘાતક

1 min
235


લાગે જો આઘાતનો પ્રત્યાઘાત, થાય બે ઘડીનું કંપન,

અને પછી ત્રીજી ઘડીને સ્થિર થતાં વાર નથી લાગતી,


ધરબી આઘાત અંતરમાં દિલને ધડકવા પર હો બંધન,

અને આઘાતોની શૃંખલાને વધતાં વાર નથી લાગતી,


ગુનાહોનાં શહેરમાં લાગણીની અર્થીમાં લાકડું ચંદન,

અને કબરોને ધૂળમાં દબાઈ જતાં વાર નથી લાગતી,


હલકમાં અટવાયો મૂક આઘાત ને બડબોલું છે કંગન,

અને દૂઝતા ઘાવને નાસુર બનતાં વાર નથી લાગતી,


આઘાત પચાવી અહીં પહોંચવા સુધીનું કર્યુ જો મંથન,

અને 'દીપાવલી' લાગણીને પથ્થર થતાં વાર નથી લાગતી.


Rate this content
Log in