આ નવા વર્ષમાં
આ નવા વર્ષમાં
જિંદગી વિતાવી દુઃખ અને પીડામાં,
સપનાઓ સાકાર થશે બધા નવા વર્ષમાં,
પીડાને સુંદર આકાર મળશે આ નવા વર્ષમાં,
હાસિયામાં ધકેલી નીતિ નિયમો ને,
મારી જીવવું હવે મારી મરજી પ્રમાણે,
સુખ અને માત્ર સુખ મળશે આ નવા વર્ષમાં,
દુઃખ અને યાતનાઓની ભઠ્ઠીમાં તપી,
બની ગઈ જાત સોના જેવી,
બસ ઓગળીને એકાકાર થઈ ગઈ હું મારામાં,
બસ આનંદ અને માત્ર આનંદ મળશે આ નવા વર્ષમાં,
પાનખરમાં પણ હૈયે જગાવ્યો દીપક આશાનો મે તો,
સિંચ્યું સ્નેહનું જળ મે તો,
નાખ્યું હેતનું ખાતર મે તો,
સંબંધોના છોડને રોપ્યો મે તો હૃદયની ધરા પર,
બસ ખુશીઓનો પાક લહેરાશે આ નવા વર્ષમાં.
