Narendra K Trivedi
Literary Brigadier
227
Posts
13
Followers
1
Following

I write Novel, story, gazal and poems

Share with friends
Earned badges
See all

ઘરેણાં બનવા સોનાને ટીપાવું, અભ્યાસ માટે શિક્ષકનું માર્ગદર્શન અને સંસ્કાર માટે માતા, પિતાનો ઠપકો જરૂરી છે. નરેન્દ્ર ત્રિવેદી.......

આંખોને લાગણી અને અશ્રુ બંને સાથે ગહેરો સંબંધ છે. લાગણી સુખની હોય કે દુઃખની અશ્રુઓ તો વહેવાના જ. નરેન્દ્ર ત્રિવેદી.......

સમય અને સંજોગ સંબંધની બે બાજુ છે. એ સાથે આવે છે અને સાથે જાય છે. નરેન્દ્ર ત્રિવેદી.......

વાણીને વીણા જેવી બનાવો. જેથી સાંભળનારને એ ગમે. જિંદગીમાં સપ્ત સૂર નું તો મહત્વ છે. નરેન્દ્ર ત્રિવેદી.......

રુઠેલી કુદરત અહીંયા બધાં ને લાગશે કપાય વૃક્ષોને જંગલો એ કોણ જાણશે દોડ છે અવની પરની વળી આકાશે પણ જો નહીં સમજાય, પરિણામ આ આવશે નરેન્દ્ર ત્રિવેદી....... #################

એક દિવસ હું આવીશ કૈક માગવાને હશે હાથ તારો ખાલી કૈક આપવાને નહીં રહે કઈ અહીંયા શાશ્વત થઈને ઘટનાની ઘટમાળ ફરતી સમય થઈને નરેન્દ્ર ત્રિવેદી....... #################

કુદરત જેવો સર્વોત્તમ મિત્ર કોઈ નથી. મિત્રતામાં આપવાનું હોય લેવાની અપેક્ષા ક્યારેય ન હોય એ ગુણ કુદરત સિવાય ક્યાંય ન મળે. કુદરત એજ સાચો અને સર્વોત્તમ મિત્ર છે.

ઘાત, આઘાત કે પ્રત્યાઘાત સહી શકાય પણ ક્યારેય વિશ્વાસઘાત ન સહી શકાય એ સનાતન સત્ય છે.

નસીબનું પાંદડું પકડી આપણે સુખના વૃક્ષને શોધીએ છીએ. જો જરા દરકાર કરીએ સુખના બીજની નસીબને ન શોધવું પડે. પણ આવું બનતું નથી ને નસીબને શોધીએ છીએ.


Feed

Library

Write

Notification
Profile