Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#હું છું પ્રકૃતિ રક્ષક

SEE WINNERS

Share with friends

માણસોના જે આજે હાલ છે,

કુદરતના શતરંજની એ ચાલ છે.’ = કલ્પેશ શાહ

 

સમજુતી :

આપણું સમગ્ર અસ્તિત્વ પ્રકૃતિને આભારી છે. આપણો આ માનવદેહ પણ પ્રકૃતિનાજ પાંચ તત્વો જળ, અગ્નિ, આકાશ, વાયુ અને પૃથ્વીથી બનેલો છે. ઈશ્વરે માનવના સર્જન સાથે તેનું જીવન સરળ અને સુખી બને તે માટે પ્રકૃતિની પણ રચના કરી. પણ સ્વાર્થી માનવીએ પોતાના સ્વાર્થ માટે પોતાની જીવાદોરી સમાન પ્રકૃતિનો જ નાશ કર્યો. જેનું પરિણામ તે આજે ભોગવી રહ્યો છે.

મોડે મોડે પણ માનવીને પોતાની ભૂલનો એહસાસ થતાં આખરે ૧૯૭૨ની ૫ મી જુને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્ટેકહોમ ખાતે પર્યાવરણની ચિંતા માટે એક બેઠક બોલાવી, પર્યાવરણની જાળવણી માટે જાહેરનામું બહાર પાડ્યું. એટલે એ દિવસથી આખું વિશ્વ ૫ મિ જૂનને ‘વિશ્વ પર્ત્યાવર્ણ દિવસ‘ તરીકે ઉજવે છે.


સાહિત્ય થકી જનમાનસમાં પ્રકૃતિ પ્રત્યે સભાનતા આવે તેવા આશયથી સ્ટોરીમિરર આ ૫ મી જુન નિમિતે એક વિશિષ્ટ લેખન સ્પર્ધા લઈને આવ્યું છે, જેનું નામ છે, ‘હું છું પ્રકૃતિ રક્ષક’  તો થઇ જાઓ તૈયાર આપની કલમ થકી પ્રકૃતિના સંરક્ષણ માટે. સ્પર્ધાના નિયમો ઘણાજ સહેલા છે. તમારે નીચે આપેલે પ્રકૃતિના તત્વોમાંથી કોઇપણ અથવા એકથી વધુ તત્વના નામનો ઉપયોગ કરી વાર્તા અથવા કવિતા લખવાની છે. શરત એ છે કે આપની રચનામાં નીચેનામાંથી કોઈ એક તત્વનું નામ આવવું જોઈએ. અને આવી રીતે તમારે આખા મહિના દરમ્યાન ઓછામાં ઓછી ૭ (સાત) અલગ અલગ રચનાઓ લખવાની છે. જે સાત રચનાઓ લખશે તે વિજેતા બનશે. વિજેતાને સ્ટોરી મિરર તરફથી ‘હું છું પ્રકૃતિ રક્ષક’ એવું આપના નામવાળું પ્રમાણપત્ર આપવામાં આવશે.

પ્રકૃતિના તત્વો :

જળ

વાયુ

આકાશ

પૃથ્વી

જંગલ

પહાડ

નદી

અંતરીક્ષ

સાગર

પશુ

પંખી

વૃક્ષ

પ્રદુષણ

 

નિયમો:

 ૧. ઉપરના પ્રકૃતિના તત્વોમાંથી કોઈપણ એક અથવા એકથી વધુ તત્વોનો ઉલ્લેખ હોય તેવી તમામ પ્રકારની કવિતા અને વાર્તા સ્વીકાર્ય છે.

૨. આપની રચનામાં પ્રકૃતિના તત્વોની સુંદરતા અથવા ઉપયોગિતાનું વર્ણન આપ કરી શકો છો.

૨.  વાર્તા કે કવિતાની શૈલી પર કોઈ નિયંત્રણો નથી, આપ મુક્ત રીતે લખી શકો છો.

૩. ઓછામાં ઓછી ૭ (સાત) રચનાઓ સબમિટ કરવી ફરજીયાત છે. (વાર્તા અથવા કવિતા અથવા બંને થઈને)

 ૩. વાર્તા અથવા કવિતા ફક્ત સ્પર્ધાની લિંક દ્વારા જ સબમિટ કરવાની રહેશે.કરવાની રહેશે.

૫. પહેલેથીજ સબમિટ કરેલી વાર્તા અથવા કવિતા ફરીથી સબમિટ કરી શકાશે નહિ.

૭.  સ્ટોરીમિરરનો નિર્ણય આખરી અને તમામ સહભાગીઓ માટે બંધનકર્તા રહેશે.

૮.  લેખ અથવા નિબંધો સબમિટ કરવાની મંજૂરી નથી.



ઇનામ :

 

ઓછામાં ઓછી ૭ (સાત) રચનાઓ સબમિટ કરનારને ‘હું છું પ્રકૃતિ રક્ષક’ એવું પ્રમાણપત્ર આપવામાં આવશે.


પાત્રતા:

આપની રચનાઓ ૦ જૂન ૨૦૨૦ થી ૩૦ જૂન ૨૦૨૦ સુધી મૂકી શકાશે.

 

ભાષાઓ: ગુજરાતી

 

રચના પ્રકાર: કવિતાઓ / વાર્તાઓ/ અવતરણ

સંપર્ક વ્યક્તિ:

વિષ્ણુ દેસાઈ : Vishnu@storymirror.com, mo : 97231 85603